દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શુક્રવારે સાંજે પાંચ કલાકે ભૂકંપના તેજ આંચકા અનુભવાયા. રિક્ટરસ્કેલ પર ભૂકંપની તિવ્રતા 6.3ની નોંધવામાં આવી છે. જોકે આ ભૂકંપથી કોઈ નુકસાન થયાના અહેવાલ નથી મળ્યા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદૂ અફઘાનિસ્તાનના હિંદુકુશમાં હતું. આ સિવાય કાશ્મીર, ચંદીગઢ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.