કોરોના મહામારીના કારણે આર્થિક સંકટનો સામનો કરી રહેલા સામાન્ય નાગરિકથી માંડીને ઔદ્યોગિક સેક્ટરોને આર્થિક સહાય પર કેન્દ્ર સરકારે હવે હાથ ઊંચા કરી દીધાં છે. કેન્દ્ર સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરેલી નવી એફિડેવિટમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી મધ્યે અલગ અલગ સેક્ટરને હવે વધારે આર્થિક સહાય આપી શકાય તેમ નથી. અત્યાર સુધી જાહેર કરાયેલા રાહત પેકેજો ઉપરાંત હવે વધારાની આર્થિક સહાય શક્ય નથી. અદાલતે આર્થિક નીતિમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. શુક્રવારે રજૂ કરેલી નવી એફિડેવિટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, આર્થિક નીતિ નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર સરકારનો છે અને અદાલતે તેમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. અદાલતે દરેક સેક્ટરને અલગ અલગ રાહત આપવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. રૂપિયા બે કરોડ સુધીની લોનના વ્યાજ પરના વ્યાજમાં માફી સિવાયની કોઈપણ વધારાની રાહત અર્થતંત્ર અને બેન્કિંગ સેક્ટર માટે વિનાશક પુરવાર થશે.