ફ્રાંસની રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં યુરોપિયન યુનિયન તરફી ઈમેન્યુઅલ મેક્રોનનો ભવ્ય વિજય થયો. નેશનલ ફ્રંટના જમણેરી વિચારધારા ધરાવતા મેરિન લી પેનનો પરાજય થયો. મેક્રોનને 65 થી 66 ટકા મળ્યા. જ્યારે લી પેનને 33 થી 34 ટકા મત મળ્યા. મેક્રોન ફ્રાંસના સૌથી યુવાન રાષ્ટ્રપ્રમુખ બનશે. મેક્રોનના આગમનના પગલે ફ્રાંસ હવે યુરોપિયન યુનિયનમાં રહેશે.