કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના લાભાર્થીઓ ઇમર્જન્સીમાં નજીકની કોઈપણ હોસ્પિટલમાં સારવાર લઈ શકશે. ESIC સાથે ઇમ્પેનલ્ડ હોય કે નોન ઇમ્પેનલ્ડ હોય તેવી કોઈપણ હોસ્પિટલમાં ઇમર્જન્સી સારવાર લઈ શકશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘણા કિસ્સામાં કર્મચારીઓને અકસ્માત કે હાર્ટ એટેક જેવા કિસ્સામાં તાકીદે દાખલ કરવા પડે છે. આ સ્થિતિમાં રેફરલની જરૂર નહીં પડે અને સીધી તથા ઝડપી સારવાર શરૂ થઈ જશે. સામાન્ય સ્થિતિમાં સૌથી પહેલાં ESIC લાભાર્થીને કોઈપણ ESIC ડિસ્પેન્સરીમાં જઈને રેફરલ લેવો પડે છે. આ રેફરલ વગર તેને હોસ્પિટલમાં સારવાર મળતી નથી.