સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 25 જૂનથી અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની જે પરીક્ષા શરૂ કરવામાં આવનાર હતી તે કોરોનાની બીમારીને ધ્યાનમાં લઈને મોકૂફ રાખવામાં આવી છે તેમ જ પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
જેમાં જુદા જુદા જિલ્લાઓમાં 19 હજાર વિદ્યાર્થીઓને પરીક્ષા લેવાનું આયોજન જાહેર કરવામાં આવ્યા બાદ ગઈકાલે એનએસયુઆઇના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કોરોનાની બીમારીના કેસ વધતા જાય છે તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાના બદલે તમામને માસ પ્રમોશન આપવું જોઈએ.
આ રજૂઆત બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત મોડી સાંજે 25 જૂનથી શરૂ થતી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવાનું જાહેર કરવામાં આવ્યું છે એમ.એ, એમ.કોમ, એમએસસી સહિતની જુદી-જુદી પરીક્ષાઓની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે કુલ 19 હજાર વિદ્યાર્થીઓને પરીક્ષાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.