કેન્દ્ર સરકાર દ્વારા ઘડાયેલા ૩ કૃષિ કાયદાના વિરોધમાં સંખ્યાબંધ રાજકીય પક્ષો દ્વારા સર્મિથત ખેડૂત સંગઠનો, ટ્રેડ અને બેન્ક યુનિયનોના મંગળવારના ભારત બંધનાં એલાનને મિશ્ર પ્રતિસાદ હાંસલ થયો હતો. પંજાબ સહિતના ઉત્તરભારતના મોટાભાગનાં રાજ્યોમાં બંધનાં કારણે સામાન્ય જનજીવનને અસર પડી હતી. ભાજપ શાસિત ૧૭માંથી ૧૫ રાજ્યોમાં બંધની અસર જોવા મળી નહોતી. જ્યારે બિનભાજપ શાસિત ૧૩ રાજ્યોમાં બંધની મિશ્ર અસર જોવા મળી હતી. આ સાથે જ પૂર્વ ભારતના બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા, દક્ષિણ ભારતના તેલંગણા અને આંધ્રપ્રદેશમાં ભારત બંધની અસર વર્તાઇ હતી. જ્યારે ઉત્તરાખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તામિલનાડુ, કર્ણાટક, કેરળ અને ઉત્તરપૂર્વ ભારતનાં રાજ્યોમાં બંધની અસર નહીંવત્ રહી હતી.