Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જામનગરના જાણીતા કાર્ટુનિસ્ટ આવદ "જામી" સાહેબનું તારીખ 11- 6 -2020 શનિવારના રોજ સાંજે લાંબી માંદગીને કારણે નિધન થયું છે શ્રી  એ.એચ. જામી સાહેબ નો જન્મ જામનગર જિલ્લાના ધ્રોળ ખાતે  મુસ્લિમ પરિવારમાં થયો હતો ડિ.ટી.સી. નો અભ્યાસ કર્યા પછી જામનગર ખાતેની  સંરક્ષણ દળની કેન્દ્રીય વિદ્યાલય માં  કલા શિક્ષક તરીકે જોડાયા અને  પૂર્ણ જીવન  ત્યાં જ કામગીરી કરીને નિવૃત થયા અને કાયમ માટે જામનગરને કર્મભૂમિ બનાવી.. ૧૯૮૦માં શરૂ કરેલ  કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દીમાં હજારો કાર્ટુનો અનેક વિષય પર બનાવ્યા ચોટદાર કાર્ટુન માટે તેઓ ખૂબ જાણીતા હતા.. તેમના કાર્ટુન સૌરાષ્ટ્રના અનેક અખબારો અને મેગેઝીનોમાં પ્રસિદ્ધ થતા હતા તેઓ ૭૭ વર્ષના હતા .. ખૂબ જ સરળ ,નિખાલસ અને માયાળુ સ્વભાવ ના જામી સાહેબ ની વાતોમાં પણ વ્યંગ,હાસ્ય, રમૂજ ના રંગો દેખાય.. કાર્ટૂનિસ્ટ તરીકેની કારકિર્દીમાં  ક્યારે  ય  વિવાદમાં સપડાયાં નથી  અને એક પણ વિષયને તેમણે કાર્ટૂનનો ચાબુક  ન વિઝાંયો હોય  એવું પણ બન્યું નથી... છેલ્લે જામનગર ખાતે  જનજાગૃતિ અભિયાન સમિતિ દ્વારા  આયોજિત  કલાકારોના અભિવાદન સમારોહ પ્રસંગે જવાનું થયું ત્યારે પરમ મિત્ર ડો. સતિષચંદ્ર વ્યાસ ના ઘરે  મિત્ર ભરતભાઇ કાનાબાર  સાથે મળવાનું થયું આખો દિવસ સાથે રહ્યા અને કલા જગતની અનેક પ્રભાવક વાતો કરીને આશિર્વાદ આપ્યા ...ગુજરાત પાસે આંગળીના વેઢે ગણી શકાય એટલા જ કાર્ટૂનિસ્ટ છે તેમાંના તેઓ એક હતા ...સાહેબ તમારી બધી જ વાતો "જામી " પણ આજની વાત નથી "જામી" સદગતના આત્માને પ્રભુ શાંતિ અર્પે અને તેમના પરિવાર પર આવી પડેલી આફતને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના સાથે કલા પ્રતિષ્ઠાન પરિવાર શ્રદ્ધાસુમન અર્પણ કરીને શાંતિ પ્રાર્થના કરે છે...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ