સ્પોર્ટ્સ કાર કંપની ફરારીએ પોતાની સૌથી ઝડપી 812 સુપરફાસ્ટ કાર ભારતમાં લોન્ચ કરી છે. આ કારની ભારતમાં કિંમત 5.2 કરોડ રૂપિયા (એક્સ શોરૂમ) છે. 430 કિલોમીટર પ્રતિ કલાકની સૌથી વધુ ઝડપે દોડનાર આ કાર 2.9 સેકન્ડમાં 0-100 કિલોમીટર-પ્રતિકલાકની ગતિ પકડી શકે છે. 92 લીટરની ફ્યુલ ટેન્કની ક્ષમતાવાળી આ કારમાં 6496 સીસીનું વી12 એન્જિન છે.