કૃષિ કાયદા મુદ્દે સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે યોજાયેલી પાંચમી બેઠક પણ અનિર્ણિત રહી હતી. શનિવારે બપોરે બે વાગ્યાથી રાત્રે સાડા સાત વાગ્યા સુધી યોજાયેલી સાડા પાંચ કલાકની બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો નહોતો. સરકાર દ્વારા ખેડૂતોને સમાધાન માટે મનાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા હતા જ્યારે ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચાવાની માગણી સાથે મક્કમ રહ્યા હતા. સરકાર દ્વારા હવે ત્રણ દિવસનો સમય માગવામાં આવ્યો છે. ૯ ડિસેમ્બરે ફરીથી ખેડૂત નેતાઓ સાથે બેઠક યોજવાની અને ઉકેલ લાવવાની સરકારે જાહેરાત કરી હતી. બીજી તરફ ખેડૂત નેતાઓએ પણ જણાવ્યું હતું કે, ૮મીએ ભારત બંધનું એલાન યથાવત્ છે. સરકાર ૯મી તારીખની બેઠકમાં અંતિમ નિર્ણય લઇ લે તે વધારે સારું છે. સરકાર કાયદો પાછો ખેંચે તે જ અમારી માગણી છે અને આ માગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.