કોરોનાવાયરસના કારણે દેશમાં 21 દિવસોનું લોકડાઉન છે. આ લોકડાઉનના કારણે દેશની ઈકોનોમીને મોટું નુકશાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વચ્ચે સરકાર તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટી રાહત આપી છે. તેમને જણાવ્યું કે, ગરીબ કલ્યાણ યોજના હેઠળ ગરીબોને 1.70 લાખ કરોડની મદદ કરવામાં આવશે.
નિર્મલા સીતારમણની અત્યાર સુધીની મોટી વાતો
- નાણામંત્રી સીતારમણે કહ્યું કે, જે કોરોના સામે લડવા માટે સ્ટેન્ડબાય રહેલા હેલ્થ કર્મચારીઓ માટે 15 લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.
- 1.70 લાખ કરોડ રૂપિયાનો રાહત પેકેજમાં ગરીબો-મજૂરો અને હેલ્થ કર્મચારીઓને લાભ આપવામાં આવશે.
- વીમા કવરથી 20 લાખ આરોગ્ય કર્મચારીઓને લાભ થશે
- વડા પ્રધાન ગરીબ કલ્યાણ યોજના હેઠળ 80 કરોડ લોકો આવરી લેવામાં આવશે.
- પ્રતિવ્યક્તિને પાંચ કિલો ઘઉ અને ચાવળ આપવામાં આવશે, આવનારા ત્રણ મહિનાઓ માટે
- નિર્મલા સીતારણે જણાવ્યું કે, મનરેગા હેઠળ આવનારા મજૂરોની મજૂરી વધારી દેવામાં આવી છે. આ મજૂરી પહેલા 182 રૂપિયા હતી, જે હવે 202 રૂપિયા થઇ ગઈ છે. આનો ફાયદો 5 કરોડ પરિવારોને થવાની આશા છે.
- નિર્મલા સીતારણે જણાવ્યું કે, વૃદ્ધો, વિધવાઓ અને દિવ્યાંગો માટે 1000 રૂપિયા વધારાના આપવામાં આવશે. આ આવનારા ત્રણ મહિનાઓ માટે છે. આને બે હપ્તાઓમાં આપવામાં આવશે. આ વર્ગના લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવામાં આવશે. આ પહેલનો ફાયદો લગભગ ત્રણ કરોડ લોકોને થશે.
- લગભગ 20 કરોડ મહિલાઓના ખાતામાં આવનારા ત્રણ મહિનાઓ સુધી 500 રૂપિયા પ્રતિ મહિના સુધી આપવામાં આવશે. આ રકમ જનધન ખાતાઓમાંથી આપવામાં આવશે.
- નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 8.65 કરોડ ખેડૂતોને એપ્રિલના પહેલા અઠવાડિયામાં 2 હજાર રૂપિયાનો હપ્તો નાખી દેવામાં આવશે. આ હપ્તો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ડાયરેક તેમના એકાઉન્ટમાં આપવામાં આવશે. જણાવી દઈએ કે, ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.