Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કનાં વિલિનીકરણના પ્રસ્તાવના વિરોધમાં બુધવારે દેશભરની સરકારી બેન્કોના ૧૦ લાખ જેટલા કર્મચારીઓ એક દિવસની હડતાલ પર ચાલ્યા જતાં અબજો રૂપિયાના આર્થિક વ્યવહારો અટકી ગયા હતા. છેલ્લા એક સપ્તાહમાં બેન્કોના કર્મચારીઓ દ્વારા બીજી વાર દેશવ્યાપી હડતાલ પાડવામાં આવી છે. બેન્ક ઓફ બરોડા, વિજયા બેન્ક અને દેના બેન્કનું વિલિનીકરણ કરવાના સરકારના પ્રસ્તાવના વિરોધમાં બેન્કોના વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું હતું, જેમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સનાં નેજાં હેઠળ ઓલ ઈન્ડિયા બેન્ક ઓફિસર્સ ફેડરેશન, ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયીઝ એસોસિયેશન, નેશનલ ફેડરેશન ઓફ બેન્ક એમ્પ્લોયીઝ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેન્ક વર્કર્સ સહિતનાં ૯ યુનિયન જોડાયાં હતાં. એઆઈબીઈના જનરલ સેક્રેટરી સી. એસ. વેંકટચલમે જણાવ્યું હતું કે સમગ્ર દેશની બેન્કોમાં હડતાલ જડબેસલાક રહી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ