Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ ગ્રેટર નોઇડાના ઈકોટેક વન પોલીસ સ્ટેશનમાં  FIR દાખલ કરાવવામાં આવી છે. પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કોંગ્રેસના 203 નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. એફઆઈઆરમાં આ લોકો વિરુદ્ધ ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. કેસ ગૌતમબુદ્ધ નગર પોલીસ તરફથી દાખલ કરવામાં આવ્યો છે. 
પોલીસ તરફથી કહેવામાં આવ્યું છે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આશરે 200 કાર્યકર્તાઓની સાથે હાથરસ જવા માટે ડીએનડીના રસ્તે નોઇડામાં પ્રવેશ કર્યો. જેમાં લગભગ 50 ગાડીઓ કાફિલામાં સામેલ હતી. તે કાફલામાં સામેલ બધા લોકોને જિલ્લામાં કલમ 144 લાગૂ હોવા, કોવિડ-19ની સ્થિતિથી માહિતગાર કરાવતા આગળ ન જવાની વિનંતી કરી હતી. પરંતુ તેમાં સામેલ બધા કાર્યકર્તા તથા ગાડીઓ અવરજવરના નિયમોનો ભંગ કરતા તથા સામાન્ય જનતાની અવરજવરમાં મુશ્કેલી ઉભી કરતા ઝડપથી યમુના એક્સપ્રેસ વે તરફ જવા લાગ્યા હતા. 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ