દેશ અને દુનિયામાં કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ બીમારીની અત્યાર સુધી કોઈ સચોટ સારવાર નથી. પરંતુ આ વચ્ચે કોરોના માટે એક વૈકલ્પિક સારવાર તરીકે પ્લાઝમાં થેરેપીને જોવામાં આવી રહી હતી. આ થેરેપીના ઉપયોગ અનેક રાજ્યોમાં દર્દીઓ પર કરવામાં આવ્યો છે. આનાથી અનેક લોકોની સારવાર કરવામાં આવી રહી છે. કેટલાક જગ્યાએ આ થેરેપીના હકારાત્મક પરિણામો સામે આવ્યા છે. જો કે મુંબઈમાં કોરોના વાયરસના જે પહેલા દર્દીને પ્લાઝમાં થેરેપી આપવામાં આવી હતી તેનું બુધવારે રાત્રે મોત થયું છે.
53 વર્ષીય દર્દીને 25 એપ્રિલે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તપાસ કરતા તેમનામાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ હતી. આઈસીએમઆર પાસેથી પ્લાઝમા થેરેપીના ટ્રાયલની મંજૂરી મળ્યા બાદ પ્લાઝમા ચડાવાયો હતો.
હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા મુજબ, દર્દીની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. દર્દીઓના તાત્કાલિક આઈસીયુમાં શિફ્ટ કરાયા હતા. દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. તે એક્યુટ રેસ્પીરેટરી સિન્ડ્રોમ અને નિમોનિયાથી ગ્રસિત થઈ ગયા હતા. ડોક્ટરોએ પ્લાઝમ થેરેપી દ્વારા દર્દીની સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો જે નિષ્ફળ રહી હતી.