Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેરળના લોર્ડ અયપ્પાનાં સબરીમાલા મંદિરમાં ૮૦૦ વર્ષ બાદ રજસ્વલા મહિલાઓએ પ્રવેશ કરીને પૂજા કરી હોવાનો દાવો કરાયો છે. બુધવારે કોઝિકોડ જિલ્લાના કોયિલેન્ડીની ૪૨ વર્ષીય સામ્યવાદી કાર્યકર બિંદુ અને મલ્લાપુરમનાં અંગાડીપુરમની ૪૪ વર્ષીય સરકારી કર્મચારી કનકદુર્ગાએ બુધવારે મંદિરમાં પ્રવેશ કરી દર્શન-પૂજાવિધિ કર્યાં હતાં. સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પરનો ૮૦૦ વર્ષ જૂનો પ્રતિબંધ દૂર કરતો ચુકાદો આપ્યો હતો. બંને મહિલાએ મધરાત બાદ મંદિર તરફ પ્રયાણ કર્યું હતું અને પરોઢિયે ૩.૪૫ કલાકે મંદિરમાં દર્શન કર્યાં હતાં. બંને મહિલાએ મંદિર ખાતે પૂજા કરીને સવારે પાંચ કલાકે મંદિરના બેઝકેમ્પ ગણાતા પમ્બા ખાતે પહોચી ગઈ હતી. તેમણે જણાવ્યું હતું કે અમે પુરુષના વેશમાં આવ્યાં હતાં અને બે ડઝન મહિલા પોલીસઅધિકારીઓ સાદા વેશમાં અમારી સાથે જોડાઈ હતી. બંને મહિલાએ મંદિરમાં પૂજા કરતી વખતના ફોટો જારી કર્યા હતા. પોલીસે બંને મહિલાઓનાં ઘરની સુરક્ષા વધારી દીધી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ