Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

‘આપને કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ એવા સ્લોગથી કચ્છની ખ્યાતિ વધી છે, સફેદ રણમાં પુનમના દિવસે ચાંદની શીતળતમાં વધારો થાય છે. કચ્છ ભલે રણ વિસ્તાર હોય પરંતુ તેના સૌન્દર્યમાં એક પ્રકારનું લાઘવ છે. કચ્છનું ભરત ગુંથણ વિશ્વમાં સુવિખ્યાત છે. લોકસાહિત્ય અને ઈતિહાસમાં કચ્છનું નામ સોનેરી અક્ષરે લખાયેલું છે. ‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને કચ્છડો બારેમાસ’ એવી પંક્તિ અવાર નવાર બોલતી હોય છે. કચ્છ વિસ્તારની દ્રષ્ટિ દેશમાં સૌથી મોટો જિલ્લો માનવામાં આવે છે. વર્ષ ૨૦૦૧માં ભુજમાં આવેલ ભૂકંપના લીધે મોટા પાયે નુકસાન થયું હતું. કચ્છ બેઠક છેલ્લા બે દશકથી ભાજપ જીતે છે.  તેવા સંજોગમાં કચ્છના રાજકિય રણોત્સવમાં કોણ નીકળશે આગળ તેના વિષે રાજકિય પંડીતો અનેક ગણિત માંડી રહ્યા છે. કચ્છ ઉદ્યોગ આધારિત જિલ્લો છે. ૨૦૦૯થી દૂધનો વ્યવસાય પ્રસ્થાપિત થયેલ છે, આમ કચ્છ લોકસભા ચુંટણીમાં સહકારી ક્ષેત્રનો પણ મહત્વનો રોલ રહેવાનો છે. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો હતો.

  • આ બેઠક છ ટર્મથી ભાજપના ફાળે જાય છે

કચ્છની લોકસભા બેઠક પર ૧૯૫૭માં પહેલી વખત ચુંટણી યોજાઈ હતી. તે વખતે સામાન્ય બેઠક હતી અને પ્રથમ યોજાયેલ ચુંટણીમાં કોંગ્રેસ જીતી હતી. ૧૯૬૨ની લોકસભા ચુંટણીમાં સ્વતંત્ર પાર્ટીનો વિજય થયો હતો અને ત્યાર બાદ પછી ફરીથી  આવેલ ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે ૧૯૬૭- ૧૯૭૧ની લોકસભાની ચુંટણીમાં ટી.એમ શેઠ કચ્છ બેઠક પરથી જીટ મેળવી હતી અને ૧૯૭૭ની ચુંટણીમાં  ભારતીય લોકદળએ કોંગ્રેસને હાર આપી હતી અને ૧૯૮૦ ફરીથી કોંગ્રેસના મૂળશંકર મહેતાનો વિજય થયો હતો. ૧૯૮૪માં પહેલી વખત મહિલા ઉમેદવારને ટીકીટ આપવામાં આવી હતી અને તેમાં ઉષાબેન ઠક્કરનો વિજય થયો હતો ૧૯૮૯ની ચુંટણીમાં ભાજપનો વિજય થયો હતો. ફરીથી ૧૯૯૧ની કચ્છ લોકસભા ચુંટણીમાં  કોંગ્રેસનો વિજય થયો હતો ત્યાર બાદ હજી સુધી કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ જીતવામાં સફળ થઇ નથી. ૧૯૯૬થી લઈને ૨૦૧૪ સુધી આમ ભાજપ છ ટર્મથી ચુંટણીમાં જીત મેળવી છે.

  • જ્ઞાતિ સમીકરણ

કચ્છ લોકસભા વિસ્તારમાં ૭૫ ટકા વસ્તી હિંદુઓની છે અને ૨૧ ટકા વસ્તી મુસલમાન છે, હિંદુ વસ્તીમાં પાટીદાર સમુદાયના મહત્વનાં સાબિત થાય છે. આ વિસ્તારમાં ૨૦૧૧ની જનગણ પ્રમાણે વસ્તી ૨૪,૫૪,૨૯૯ હતી તેમાં ૫૯. 9 ટકા ગ્રામીણ અને ૪૦.૧ ટકા શહેરી વસ્તી છે. અનુસુચિત જનજાતિ એસટી ૧.૦૬ છે અને ૨૦૧૮ મતદારોની સંખ્યા ૧૭,૦૪,૮૬૭  છે.  

  • ૨૦૧૭ની વિધાનસભા ચુંટણી

ગુજરાતમાં ૨૦૧૭ વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ભાજપને જબરદસ્ત ટક્કર આપી હતી. કચ્છ લોકસભામાં ૭ સાત જેટલા વિધાનસભા વિસ્તાર આવે છે જેમાં અબડાસા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ, માંડવીથી ભાજપ, ભુજથી ભાજપ, અંજારથી ભાજપ, રાપરથી કોંગ્રેસ અને મોરબીથી કોંગ્રેસનો વિજય થયો હતો.

  • ૨૦૧૪ની લોકસભા ચુંટણી

૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં મોદીની આંધી વચ્ચે કોંગ્રેસનું ધોવાણ થયું હતું અને કચ્છ લોકસભા બેઠક પર ભાજપમાંથી વિનોદ ચાવડાને ટીકીટ આપવામાં આવી હતી. ૨૦૧૪ની લોકસભા ચુંટણીમાં ૧૫૩૩૭૮૨ મતદારો હતો. ભાજપના ઉમેદવારને ૫૬૨૮૫૫ મતો મળ્યા હતા અને કોંગ્રેસનાં ડૉ દિનેશ પરમારને ૩૦૮૩૭૩ મતો મળ્યા હતા જેમાં ભાજપના ઉમેદવારની ૨ લાખ કરતા વધુ મતોથી વિજય થયો હતો.

  • ભાજપના ઉમેદવાર

સાંસદ વિનોદ ચાવડાએ લોકસભામાં ૮૩ ટકા હાજરી આપી છે અને ૭ વખત ચર્ચામાં ભાગ પણ લીધો હતો. ૨૨૭ વખત પ્રશ્નોતરી પણ કરેલ છે. તેઓએ ૨૨.૯૧ કરોડ ગ્રાન્ટ માંથી ૯૭ ટકા ગ્રાન્ટ વાપરી છે. ભાજપે બીજી વખત વિનોદ ચાવડાને ટીકીટ આપી છે,  ભાજપે કચ્છ લોકસભા બેઠક પર છ ટર્મથી જીત મેળવતી આવે છે. આ વખતે કોંગ્રેસે નરેશ મહેશ્વરીને ટીકીટ આપી છે તે ભાજપને કેટલું હંફાવી શકે છે તેના પર સૌની નજર છે.

  • કોંગ્રેસના ઉમેદવાર

કચ્છ લોકસભા બેઠક અનામત છે. કોંગ્રેસે સંભાવના પ્રમાણે નરેશ મહેશ્વરીને ટીકીટ આપવામાં આવી છે. નરેશ મહેશ્વરી તાલુકા પંચાયતા સભ્ય, જીલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અને ધારાસભ્યની ચુંટણીનો અનુભવ ધરાવે છે અને દલિત સમાજનાં વરિષ્ઠ આગેવાન છે. કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસે હાઈકમાન્ડના ફેસલાને વિધાવી લીધો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ