ગુજરાતમાં કોવિડ-૧૯નો પ્રથમ ચેપગ્રસ્ત મળ્યાના ૭૬માં દિવસે પહેલીવાર ૨૪ કલાકમાં ૪૮૫ પોઝિટીવ રિપોર્ટ મળતા કોરોના વાઈરસના કુલ કેસની સંખ્યા ૧૮,૧૦૦એ પહોંચી છે. જેમાં એકલા અમદાવાદના કેસોની સંખ્યા જ ૧૩ હજારને પાર થઈ છે. ગુરૂવારે સાંજની ૧૪૭મી અખબારી યાદીમાં ૨૪ કલાકમાં ૩૦ દર્દીઓના મોત થયાનું જાહેર થતા ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના વાઈસરથી અત્યાર સુધી કુલ ૧૧૨૨ નાગરીકોને જીવ ગુમાવવો પડયો છે.