શિવરાજસિંહ ચૌહાણે ચોથી વાર મધ્યપ્રદેશની બાગડોર સંભાળી છે. સોમવારે રાતે ૯ વાગ્યે રાજ્યપાલ લાલજી ટંડને શિવરાજને મુખ્યપ્રધાન પદના શપથ લેવડાવ્યાં હતા. સોમવારે સાંજે ધારાસભ્ય દળની બેઠકમાં શિવરાજને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા જે પછી રાજ્યપાલે તેમને શપથ માટે આમંત્રિત કર્યાં હતા. નેતા તરીકે પસંદ થયા બાદ શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, હું ઈમાનદારથી મધ્યપ્રદેશના વિકાસ માટે કામ કરીશ. હાલમા આપણે કોવિડ-૧૯ નો ફેલાવો રોકવાનો છે. કાર્યકરો શપથગ્રહણ સમારોહની ઉજવણી ન કરે તેવી મારી અપીલ છે.