મણિપુર અને નાગાલેન્ડના ભૂતપૂર્વ રાજ્યપાલ અને સીબીઆઇના ભૂતપૂર્વ ડિરેકટર અશ્વનીકુમાર બુધવારે સિમલા ખાતેના તેમના નિવાસસ્થાને ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃત મળી આવ્યા હતા. સિમલાના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ મોહિત ચાવલાએ જણાવ્યું હતું કે, અશ્વનીકુમાર તેમના નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. અશ્વનીકુમારે યુપીએ-ટુના શાસનકાળમાં બીજી ઓગસ્ટ ૨૦૦૮થી ૩૦ નવેમ્બર ૨૦૧૦ સુધી સીબીઆઇના ડિરેક્ટરપદે ફરજ બજાવી હતી. તેઓ ૬૯ વર્ષના હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અશ્વનીકુમાર છેલ્લા કેટલાંક સપ્તાહથી ડિપ્રેશનની બીમારીથી પીડાઇ રહ્યા હતા. અશ્વનીકુમાર અંગેના સમાચાર મળતાં જ પોલીસ અધિકારીઓની એક ટીમ અને શિમલાની ઇન્દિરા ગાંધી મેડિકલ કોલેજના એક અધિકારી તેમના નિવાસસ્થાને દોડી ગયા હતા. ઓગસ્ટ ૨૦૦૮માં સીબીઆઇના ડિરેક્ટરપદે નિયુક્ત થયાં પહેલાં ૨૦૦૬થી ૨૦૦૮ સુધી અશ્વનીકુમાર હિમાચલ પ્રદેશના ડીજીપી પદે કાર્યરત રહ્યા હતા. અશ્વની કુમારે માર્ચ ૨૦૧૩થી જૂન ૨૦૧૪ સુધી નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે કામગીરી સંભાળી હતી. તેઓ ૨૦૧૩માં થોડા સમય માટે મણિપુરના રાજ્યપાલ પદે પણ રહ્યા હતા.