Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મંદી સામે ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને દુરસ્ત કરવા માટે એક જ મહિનામાં બીજીવાર બૂસ્ટર ડોઝ આપતાં મોદી સરકારે હાઉસિંગ અને એક્સપોર્ટ સેક્ટરને પ્રોત્સાહન આપવા સંખ્યાબંધ પગલાંની જાહેરાત કરી છે. દેશમાં આર્થિક વિકાસની મંદ પડેલી ગતિને વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા શનિવારે  રૂપિયા ૭૦,૦૦૦ કરોડના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરાઇ હતી. સરકાર દ્વારા ત્રીજીવાર સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરાઇ છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે હાઉસિંગ સેક્ટરમાં અધૂરાં પડેલા પ્રોજેક્ટ ઝડપથી પૂરા થાય તે માટે લાસ્ટ માઇલ ફંડિગ ઉપલબ્ધ કરાવવા સ્પેશિયલ વિન્ડોની જાહેરાત કરી હતી. સીતારામને જણાવ્યું હતું કે, સરકાર હાઉસિંગ સેક્ટરને ઉગારવા એફોર્ડેબલ અને મિડલ ઇન્કમની કેટેગરીમાં આવતા હાઉસિંગ પ્રોજેક્ટો માટે રૂપિયા ૧૦,૦૦૦ કરોડનું વિશેષ ભંડોળ રચશે. તેટલી જ રકમનું ભંડોળ એલઆઇસી, બેન્કો અને ડીએફઆઇ જેવા બાહ્ય રોકાણકારો પાસેથી પણ મેળવવામાં આવશે. જોકે સરકારે શરત મૂકી છે કે, ૬૦ ટકા પૂરા થયેલાં, નોનપર્ફોમિંગ આસેટ (એનપીએ)ની કેટેગરીમાં ન આવતાં અને જેમની સામે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (એનસીએલટી)માં બેન્કરપ્સીની કાર્યવાહીનો સામનો ન કરતાં હોય તેવા પ્રોજેક્ટોને સહાય અપાશે. આ યોજનાનો લાભ ૩.૫ લાખ અધૂરાં પડેલાં મકાનોને મળે તેવી સંભાવના છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ