Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લોકસભામાં પસાર થયેલાં કૃષિકાયદાના વિરોધમાં કોંગ્રેસ દેશવ્યાપી દેખાવો કરી રહ્યું છે. જેના ભાગરૂપે ગુજરાત કૉંગ્રેસે પણ આજે સોમવારે પાટનગર ગાંધીનગર તરફ કૂચ કરી વિરોધ પ્રદર્શન  કર્યું છે. ગુજરાત કૉંગ્રેસનાં નેતાઓ કૃષિકાયદાનાં વિરોધમાં વિશાળ રેલી શરૂ કરે તે પહેલા જ નેતાઓની અટકાયત કરી લેવામાં આવી છે. આ સાથે ગુજરાત કૉંગ્રેસનાં કાર્યકર્તાઓ અને નેતાઓ તથા પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ આવેદનપત્ર સુપરત કરવાના હતા. પરંતુ તે પહેલા જ તેમની કોરોનાકાળમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવા બદલ અટકાયત કરી લેવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ