Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ધંધુકા-ફેદરા રોડ હરીપુરા પાટીયા પાસે ગેસના બાટલા ભરેલી ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ સમયે બાજુમાંથી પસાર થતી કારમાં સવાર 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ 108ની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને ધંધુકાની RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ટ્રકમાં બ્લાસ્ટ થતા ચારે બાજુ ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો.

અકસ્માતને પગલે રોડ પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. બ્લાસ્ટ થયો તે સમયે જ ત્યાંથી એસટી બસ સહિત અન્ય વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાસેથી પસાર થઈ રહેલી કાર ઝપટમાં આવી ગઈ હતી. આ દુર્ઘટનામાં કારમાં બેઠેલા બે મહિલા સહિત 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકજામને હળવો કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ