દેશના આર્થિક વિકાસ એટલે કે જીડીપીના આંકડા આજે જાહેર કરવામાં આવ્યા હતાં. જાન્યુઆરીથી માર્ચ, ૨૦૧૭ના કર્વાટરમાં જીડીપી ૬.૧ ટકા રહેતા વર્ષ ૨૦૧૬-૧૭નો કુલ જીડીપી ૭.૧ ટકા રહ્યો છે. ૨૦૧૫-૧૬માં જીડીપી ૮ ટકા હતો. એટલે કે નોટબંધીને કારણે ૨૦૧૬-૧૭માં જીડીપીમાં ૦.૯ ટકાનો ઘટાડો થયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૯ નવેમ્બર, ૨૦૧૬ના રોજ ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની ચલણી નોટો રદ કરવાની જાહેરાત કરી હતી. જેના કારણે ચલણમાં રહેલી ૮૭ ટકા નોટો રદ થતાં બજારમાં રોકડની અછત સર્જાતા વિવિધ વસ્તુઓની માગ ઘટી હતી. માગ ઘટી જતા કંપનીઓને ઉત્પાદન ઘટાડવાની ફરજ પડી હતી. બીજી તરફ નોટબંધીએ ભારતને જીડીપીની બાબતમાં ચીનથી પાછળ ધકેલી દીધું છે. જાન્યુઆરીથી માર્ચમાં ચીનનો જીડીપી ૬.૯ ટકા હતો જ્યારે ભારતનો જીડીપી ૬.૧ ટકા રહ્યો છે.