Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીબીએસઈ ધોરણ-12ની પરીક્ષાના પરિણામમાં છોકરીઓ મેદાન મારી ગઈ છે. પરિણામમાં પ્રથમ અને બીજા ક્રમે છોકરી છે. એમિટી યુનિવર્સિટીની આર્ટ્સ પ્રવાહની રક્ષા ગોપાલ 99.6 ટકા માર્ક સાથે પ્રથમ ક્રમાકે આવી છે. રક્ષાને ત્રણ વિષય અંગ્રેજી, પોલિટિક્લ સાયન્સ અને ઈકોનોમિક્સમાં 100માંથી 100 માર્ક મળ્યા છે. જ્યારે ઈતિહાસ અને સાયકોલોજીમાં 100માંથી 99 માર્ક મળ્યા છે. બીજા ક્રમે વિજ્ઞાન પ્રવાહની ભૂમિ સાવંત છે. જ્યારે બે વિદ્યાર્થી આદિત્ય અને મન્નત લુથરાને ત્રીજો ક્રમાંક મળ્યો છે. વાણિજ્ય પ્રવાહના આ બંને વિદ્યાર્થીઓને 99.2 ટકા માર્ક મળ્યા છે. બંને ચંદીગઢના છે. વર્તમાન વર્ષમાં 95થી 100 ટકા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષે 9351 વિદ્યાર્થીઓએ 95થી 100 ટકા માર્ક મળ્યા હતાં. જ્યારે આ વર્ષે 10091 વિદ્યાર્થીઓએ આ સિદ્ધિ મેળવી છે. હવે દિલ્હીની વાત કરીએ તો આ વખતે દિલ્હીમાં પાસ પર્સન્ટેજમાં ઘટાડો થયો છે. ગયા વર્ષે દિલ્હીમાં પાસ પર્સન્ટેજ 87.01 ટકા અને આ વખતે 86.45 પર્સન્ટ છે. નવ માર્ચથી 29 એપ્રિલ સુધી યોજાયેલી બોર્ડની પરીક્ષામાં 10,98,891 વિદ્યાર્થીઓ બેઠા હતાં. પાસ થનારાઓમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓની સંખ્યા વધારે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ