દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો અંતર્ગત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશમાં તૈયાર થઇ રહેલી કોરોનાની ૩ અગ્રણી વેક્સિનની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ માટે વડાપ્રધાન મોદી શનિવારે અમદાવાદમાં ઝાયડસ કેડિલા, હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેમાં સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાની મુલાકાતે પહોંચ્યા હતા.
વડા પ્રધાન શનિવારે સવારે ૧૦ કલાકે સૌથી પહેલા અમદાવાદ સ્થિત ઝાયટસ કેડિલાના બાયોટેક પાર્ક ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પીપીઇ કિટમાં સજ્જ થઇને કંપની દ્વારા તૈયાર થઇ રહેલી ઝાયકોવ-ડી વેક્સિન અંગેની જાણકારી મેળવી વૈજ્ઞાનિકો સાથે સમીક્ષા કરી હતી. ઝાયડસ બાયોટેકની મુલાકાત બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે, મેં વેક્સિન તૈયાર કરી રહેલી આખી ટીમને શુભેચ્છા પાઠવી છે. ભારત સરકાર કોરોનાની રસી વિકસાવી રહેલી કંપનીઓને સંપૂર્ણ સમર્થન આપી રહી છે. વેક્સિન ન કેવળ સારા આરોગ્ય માટે પરંતુ વૈશ્વિક સુખાકારી માટે મહત્વની છે.