ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમ અને ધોરણ-10 બોર્ડના પરિણામો જાહેર થયા બાદ રાજ્યના ધોરણ-12ના સામાન્ય પ્રવાહના પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ગુજરાત રાજ્ય અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે.
પરિણામ કેવું રહ્યું?
રાજ્યમાં સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે, જ્યારે જૂનાગઢમાં સૌથી ઓછુ 58.26 ટકા પરિણામ જાહેર થયું છે. રાજ્યના 5.27 લાખ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓમાંથી 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ જ સફળ થયા છે. જો A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની વાત કરીએ તો, સુરતમાં 186, રાજકોટમાં 108 અને અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓને જ A1 ગ્રેડ મળ્યો છે. માર્ચ-2020માં લેવાયેલી સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી દીધી છે. જેમાં 82.20 ટકા વિદ્યાર્થિનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર જોઈ શકે છે. રાજ્યમાં માર્ચ-2020માં લેવાયેલી બોર્ડની પરીક્ષા માટે રાજ્યમાં કુલ 5,27,140 વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા હતા. જેમાંથી અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.