ગુજરાતમાં કોરોનાનો કહેર અટકવાનું નામ લેતો નથી. દિવસેને દિવસે કેસો વધી રહ્યાં છે ત્યારે ગત રોજ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા કોરોના પોઝિટીવ આવતાં ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે. ખેડાવાલાએ ગત રોજ કોંગ્રેસના 2 ધારાસભ્યો સાથે સીએમ, નાયબ સીએમ અને હોમ મીનિસ્ટર સાથે બેઠક કરી હતી. આજે તબીબી અભિપ્રાય બાદ રૂપાણીએ સેલ્ફ આઇસોલેટ થવાનો નિર્ણય લીધો છે. તેઓ તેમના બંગલા નંબર 26માં 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન થયા છે. CM તમામ કામગીરી ટેક્નોલોજી આધારિત કરશે. મુખ્યમંત્રીના સચિવે સ્વસ્થ હોવાની માહિતી આપી હતી. આજે ડૉ.આર.કે.પટેલ અને ડૉ.અતુલ પટેલે વિજય રૂપાણીનું પરિક્ષણ કર્યું હતું.