આરોગ્ય અગ્રસચિવ ડો જયંતી રવિએ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિઓની તપાસ માટે કરવામાં આવતા ટેસ્ટની સંખ્યા ઉત્તરોત્તર વધારવામાં આવી છે
આ સંદર્ભ માં તેમણે કહ્યું કે 1 એપ્રિલના રોજના 100 ટેસ્ટથી શરુ કરીને 23 એપ્રિલ સુધીમાં રોજના 2963 ટેસ્ટ કરવામાં આવેલા છે. જોકે હોટ સ્પોટ વિસ્તારમાં સંક્રમણ ડામવા માટે એગ્રેસિવ ટેસ્ટીંગને લીધે 20 એપ્રિલે 4212 સેમ્પલ લેવાયા જેના લીધે લેબમાં બેકલોગ વધી ગયો હતો. આ પછી સ્ટ્રીમલાઈન કરી ક્ષમતા મુજબ ટેસ્ટ કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં દરેક જિલ્લાના નાગરિકોને આવા ટેસ્ટથી આવરી લઈ કોરોનાનો વ્યાપ અટકાવવા અપનાવેલા વ્યૂહને પગલે રાજ્યના બધા જિલ્લાઓ માંથી 100 -100 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવતા એક જ દિવસમાં 4212 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.