રિન્યુએબેલ એનર્જીના ક્ષેત્રમાં ગુજરાતને હાઈએસ્ટ એચિવર તરીકેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય 8 રાજ્યોને બેસ્ટ પરફોર્મર તરીકે એવોર્ડને પાત્ર ગણવામાં આવ્યા છે. 28,220 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાતને હાઈએસ્ટ એચિવર સ્ટેટ ઈન ઓવરઓલ રિન્યૂએબલ એનર્જી તરીકેના એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે. વિન્ડ પાવરમાં હાઈએસ્ટ એચિવર તરીકે ગુજરાત પસંદગી પામ્યું છે. વિન્ડ પાવરમાં ગુજરાત 11,822 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. સોલાર પાવરમાં પણ 14,201 મેગાવોટની ક્ષમતા સાથે સેકન્ડ હાઇએસ્ટ એચિવર સ્ટેટ તરીકે ગુજરાત એવોર્ડને પાત્ર બન્યું છે.