Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકામાં 3જી નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં, ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પક્ષો ભારતીય-અમેરિકનોને આકર્ષવા પ્રયાસો કરી રહ્યા છે.અમેરિકાના ભારતીય લોકો માટે અમેરિકા અને ભારતની ગાંઢ દોસ્તી અને વિદેશનીતિ , ઇસ્લામિક આતંકવાદ અને અર્થકારણ જેવા મુદ્વાઓ વધારે મહત્વના છે. અમેરિકાના રાજકિય ક્ષેત્રમાં ભારતીય મૂળના લોકોનું મહત્વ વધતું જાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં એક વધુ મુદત માટે બેસવા આતૂર જણાય છે બીજી બાજુ જો બાઇડન પણ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી પુરજોર પ્રયાસ કરી રહ્યા છે.કોરોના મહામારીમાં ચુટણી પ્રચાર અને રેલીઓમાં ખાસ ચાર્મ જણાતો નથી. અમેરિકામાં કુલ ૮૦ લાખથી વધુ લોકોને કોરોના સંક્રમણ થયું છે જે વિશ્વમાં સૌથી વધુ છે જયારે મૃત્યુઆંક ૨ લાખને પાર કરી ગયો છે.

ભારતીય કોમ્યુનિટીને આકર્ષવા બિડેને ભારતીય-અમેરિકન સેનેટર કમલા હેરીસની ઉપપ્રમુખપદના ઉમેદવાર તરીકે પસંદગી કરતાં અમેરિકન ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમાજનું મહત્વ ઉજાગર થયું છે. 

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેના ચૂંટણી ફંડ ઉભું કરવા ત્રણ કલાક માટે અમેરિકાના ઓરેન્જ કાઉન્ટીના ન્યુ પોર્ટ બીચ પહોંચ્યા હતા.જ્યાં ભારતીય અમેરિકન ગુજરાતી વ્યવસાયિકોએ 2.5 લાખ ડોલર ફંડ એકઠું કરી ટ્રમ્પના ચૂંટણી પ્રચાર માટે આપ્યું હતું. અમેટિકન ગુજરાતીઓની ગુજરાતી ફોર ટ્રમ્પ કમિટી ગુજરાતી સમાજમાં ટ્રમ્પ માટે મોટા પાયે ચૂંટણી પ્રચાર કરે છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ