Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સમકાલીન છ વર્ષ પૂરાં કરીને આજે સાતમા વર્ષમાં પ્રવેશે છે ત્યારે કેટલુંક સ્ટોક-ટેકિંગ કરવાની તક અમે ઝડપી લઇએ છીએ. સમકાલીન હમેશાં ઉત્તર-દક્ષિણ ધ્રૂવ જેવા બે પ્રત્યાઘાતો જગાવતું રહ્યું છે. એક વર્ગ એવો છે જે સમકાલીનકલ્ચર ઉપર ઓવારી જાય છે. બીજો વર્ગ નારાજ છે. આ બીજો વર્ગ એટલે સ્થાપિત હિતોનો વર્ગ. આ બીજો વર્ગ એટલે જૈસે થેવાદીઓનો વર્ગ. આ બીજો વર્ગ એટલે રૂઢિચુસ્ત, જુનવાણી,પ્રગતિવિરોધી,મતલબી વર્ગ. આ લોકોના ચિત્તમાં જૂનાં અખબારો વાંચી વાંચીને એક એવો ખ્યાલ પેસી ગયો છે કે અખબાર તો આવું જ હોય. એમને ઝટ નવું ફોર્મેટ ફાવતું નથી. ફરમાયશી આઇટમોની લંગાર હોય, ડૂચા જેવાં હેક્નિડ મથાળાં હોય, એની ઉપર લાઇનસર ગોઠવાઇ ગયેલા એના એ ચાલુ માણસોના ચહેરા હોય, પાનાંનાં પાનાં નિર્રથક અને બિનઉપયોગી ન્યૂઝથી ઠાંસીને ભરેલાં હોય. આવાં અનેક અપલક્ષણોની વાચકો અપેક્ષા રાખે છે. પાનાંનાં પાનાં એવાં ફાલતુ હોય છે કે લોકો બે મિનિટમાં છાપું જોઇને ગડી વાળીને થેલામાં મૂકી દે.

    સમકાલીન ન્યૂઝ ચિક્કાર આપે છે પણ તે કદી રૂટિન, ફાલતુ, ચીલાચાલુ અને ભાષણિયાં આઇટમો પ્રસિધ્ધ કરતું નથી. 365 દિવસ સુધી રોજ તમિળ ટાઇગર્સ કે જેવીપીએ કેટલી હત્યા કરી કે પંજાબમાં ત્રાસવાદીઓએ કેટલા નિર્દોષોને હણ્યા કે કાશ્મીરમાં કયે સ્થળે ક્રૂડબોંબ ફૂટ્યો કે નાશિકરાવ તિરપૂડેએ અને બાબાસાહેબ ભોસલેએ અને શિવાજીરાવ પાટીલ-નિલંગકરે આજે અબ્દુલ રહેમાન અંતુલે સાથે શી ગૂફતેગૂ કરી કે સિમરનજિતસિંહ માન હવે સર્વપક્ષી પરિષદમાં જોડાશે અથવા નહીં જોડાય કે ઝીણાભાઇ દરજી અને સહદેવ ચૌધરી હવે માધવસિંહને ટેકો આપશે કે અમરસિંહને કે મગન નામના બોલરે તરખાટ મચાવ્યો કે નહીં કે જયલલિતા જયરામ અને મુથુવેલ કરૂણાનિધિ વચ્ચે હવે અબોલા છે કે નહીં કે નોરીગા પાસે 47 જૂતાં હતા અથવા નહીં કે કોસેસ્કુ પાસે 40 બુશશર્ટ હતાં કે નહીં કે ઓક્ટ્રોય નાબૂદ કરાવનારા વેપારીઓની દલીલ નક્કર છે કે પોકળઃ આવા તરેહ તરેહના નોન-ન્યૂઝ અખબારોમાં પ્રસિધ્ધ થયા કરે છે.

    સમકાલીન સમાચારોની પસંદગીમાં હમેશાં ડ્રામા, નવીનતા, ઊંડાણ, ભૌગૌલિક નિક્ટતા, પ્રજા માટે તેની ઉપયોગિતા અને હ્યુમન ઇન્ટેરેસ્ટને ધ્યાનમાં રાખી છે. સમકાલીન ન્યૂઝ એડિટિંગ એકદમ બ્રાઇટ, ચુસ્ત અને ડિસ્ક્રિમિનેટિંગ હોય છે. મહત્વના સમાચાર બિલકુલ રહી ના જાય પણ ફાલતુ,વાહિયાત અને માથું દુખાડે એવી કોઇ આઇટમ વાચકોને માથે ન મારવામાં આવે તે વિશે સમકાલીન ચીફ સબ્ઝ હમેશાં જાગરૂક રહે છે. ન્યૂઝ મૂકીને વ્યૂઝ ઉપર આવીએ તો સમકાલીન એકદમ તટસ્થ અને આખાબોલું અખબાર છે. સમકાલીને રાજીવ ગાંધીના પહેલેથી છેલ્લે સુધી ઉગ્ર ટીકા કરી હતી. પણ સાથે સાથે તેણે વિપક્ષને(હાલના શાસકોને) કદી આંધળો ટેકો આપ્યો ન હતો.

    ગુજરાતીમાં પત્રકારત્વ કદી વિકસ્યું નથી એ એક હકીકત છે. ગુસ્સો કરવાથી કે ગાળાગાળી કરવાથી હકીકતને બદલી શકાશે નહીં. આપણાં અખબારોના અહેવાલો બાલિશ અને હાસ્યાસ્પદ હોય છે. શૈલી એકદમ રેચેડ હોય છે. કદી કોઇ તકલીફ લેતું નથી. અગ્રલેખો કાં તો ઘસડવામાં આવે છે અને કાં તો ઊંચકવામાં આવે છે. ઓળખીતા-પાળખીતા ફાલતુ લોકો અહીં કટારલેખકો બનીને ડાંફો ભરે છે. આવી હાલતમાં પત્રકારત્વની જૂની ખખડધજ સ્કૂલના સભ્યો એમ કહે કે સમકાલીન સિરિયસ પેપર નથી, સમકાલીન શિષ્ટ પેપર નથી (શિષ્ટતાનો ઇજારો આ મહાનુભાવોનો છે). સમકાલીન ઊડઝૂડિયું અને પાગલ પેપર છે તો તેમને શી રીત દોષ દેવો? બધા ઘુવડ એમ જ કહેતાં હોય છે કે, અમે તો કદી સૂરજ જોયો નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ