Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ પૂર્વમાં ત્રાટકેલા ચક્રવાતી તોફાન ફાનીના કારણે અત્યાર સુધી 16 લોકોના મોત થઈ ચૂક્યા છે. આ તોફાનની સૌથી વધુ અસર ઓડીશામાં થઇ છે. જોકે, સારી બાબત એ છે કે સમયસર ઓડિશાના લગભગ 10,000 ગામો અને 52 શહેરી વિસ્તારોમાં બચાવ અને રાહતનું કામ ચાલુ છે. જણાવી દઈએ કે ઓડીશામાં હજારો લોકોનો જીવ બચાવવાની પાછળ ISROની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. ISROના સેટેલાઇટે જો સમયસર આ તોફાનની ઓળખ ન કરી હોત તો કદાચ સ્થિતિ વધુ ગંભીર બની હોત.

મહત્વનું છે કે, લગભગ એક અઠવાડિયા પહેલા જ હવામાન વૈજ્ઞાનિકોએ દક્ષિણ હિન્દ મહાસાગરમાં નિમ્ન દબાણના કારણે ચક્રવાતી તોફાન ઉત્પન્ન થવાની ચેતવણી જાહેર કરી દીધી હતી. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના પાંચ સેટેલાઇટ્સ સતત તેની પર નજર રાખી રહ્યા હતા. સેટેલાઇટ દરેક 15 મિનિટ પર ગ્રાઉન્ડ સ્ટેશનને નવા ડેટા અને લોકેશન મોકલી રહ્યા હતા જેનાથી લોકોને પ્રભાવિત વિસ્તારોથી સમયસર સ્થળાંતર કરાવવામાં મદદ મળી હતી.

ISROના Insat-3D, Insat-3DR, Scatsat-1, Oceansat-2 અને મેધા ટ્રોપિક્સ સેટેલાઇટ્સે સતત ઓડિશા દરિયાકાંઠાઓ પર ચાંપતી નજર રાખી. સેટેલાઇટ્સથી મળેલા ડેટના અધારે તોફાનથી પ્રભાવિત થનરા વિસ્તારોથી લોકોનું સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળો પર પહોંચાડવામાં આવ્યા. નોંધનીય છે કે ફાની કેન્દ્રથી 1,000 કિમીના એરિયામાં વાદળ ઘેરાયેલા હતા, પરંતુ વરસાદવાળા વાદળો માત્ર 100થી 200 કિમીના દાયરામાં જ હતા. જયારે બાકીના વાદળો લગભગ 10 હજાર ફુટની ઉંચાઈ પર હતા.

IMD ડાયરેક્ટર જનરલ કે. જે. રમેશના જણાવ્યા મુજબ ISROના સેટેલાઇટ્સે હજારો લોકોના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સેટેલાઇટ્સથી મળેલા ડેટા દ્વારા જ IMDએ ચોક્કસ પૂર્વાનુમાન લગાવ્યું કે ફાની કયા સ્થળે ઓડિશાના દરિયાકાંઠાથી ટકરાવવા જઈ રહ્યું છે. ત્યારબાદ ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના 11.5 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળો પર સ્થળાંતર કરાવવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, Scatsat-1થી મોકલવામાં આવેલા ડેટાથી ચક્રવાતી તોફાનના કેન્દ્ર પર નજર રાખવામાં આવી, Oceansat-2 સમુદ્રની સપાટી, હવાની ગતિ અને દિશા વિશે ડેટા મોકલી રહ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ