રાજકોટના વીસ લાખ લોકો સહિત સૌરાષ્ટ્રના લાખો લોકો જેના પર પીવાના પાણી માટે પણ નિર્ભર છે, તે સરદાર સરોવરમાં આજે રાત્રે 8ની સ્થિતિએ જળસપાટી 133.06 મીટરે પહોંચી હતી અને ડેમમાં 81.50 ટકા જળસંગ્રહ થયો છે અને હજુ આવક ચાલુ હોવાથી કેનાલમાં જેટલું પાણી છોડાય છે, તેથી વધુ નદીમાં છોડાઈ રહ્યું છે. જેના પગલે સૌરાષ્ટ્રના જળાશયોમાં હવે વરસાદનું પ્રમાણ વધતા ડેમોમાં આવક થઈ રહી છે ત્યારે પણ 22 ડેમોમાં નર્મદાનીર સૌની યોજના મારફત ઠલવાઈ રહ્યું છે.