ઓનલાઈન મની ગેમિંગ પર પ્રતિબંધ મૂકતા બિલને સંસદની મંજૂરી બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ લીલીઝંડી આપી દીધી છે, જેના પછી હવે તે કાયદો બની ગયો છે. આ કાયદા હેઠળ બધી ઓનલાઈન મની ગેમિંગ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે અને આવી રમતો પૂરી પાડનારાઓને ત્રણ વર્ષ સુધીની જેલ અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.જણાવી દઈએ કે, વિવિધ ઓનલાઇન સટ્ટાબાજી એપ્સના આશરે 22 કરોડ ભારતીય યુઝર્સ છે, જે પૈકી 11 કરોડ નિયમિત રીતે તેનો ઉપયોગ કરે છે. એક અંદાજ મુજબ, દર વર્ષે 45 કરોડ લોકો આ ઓનલાઇન મની ગેમ્સના ચક્કરમાં ફસાઈને 20 હજાર કરોડથી વધારે રકમ ગુમાવે છે.