ગુરુગ્રામમાં યુટ્યુબર એલ્વિશ યાદવ પર ગોળીબાર કરવાના કેસમાં મોટી કાર્યવાહી કરતા, ફરીદાબાદ ક્રાઇમ બ્રાન્ચે એન્કાઉન્ટર બાદ મુખ્ય આરોપી ઇશાંત ઉર્ફે ઇશુ ગાંધીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટર દરમિયાન ઇશાંતને પગમાં ગોળી વાગી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.