કેન્દ્રીય પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે પત્રકારત્વ પુરસ્કાર સમારંભ દરમિયાન મીડિયાને સંબોધન કરતાં કહ્યું કે, વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષના એક વરિષ્ઠ નેતાએ મને વડાપ્રધાન પદની ઓફર કરી હતી, પરંતુ મેં તેનો અસ્વીકાર કર્યો હતો. મેં એ વરિષ્ટ નેતાને કહ્યું કે હું એક વિચારધારા અને વિશ્વાસનું પાલન કરતો વ્યક્તિ છું. હું એવી પાર્ટીમાં છું, તેણે મને જે જોઈતું હતું તે બધું આપ્યું છે, જેની મેં કલ્પના પણ નહોતી કરી. જેથી કોઈનો પ્રસ્તાવ મને લલચાવી નહીં શકે."