લદ્દાખની ગાલવાન વેલીમાં ચીની સેનાના હુમલા બાદ આપેલી પહેલી પ્રતિક્રિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હું દેશને આશ્વસ્ત કરવા માગું છું કે ભારતીય સૈનિકોએ દેશ માટે લદ્દાખની ગાલવાન વેલીમાં આપેલું સર્વોચ્ચ બલિદાન એળે નહીં જાય. કોરોના મહામારી પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકના પ્રારંભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ માટે બે મિનિટનું મૌન પાળ્યા બાદ રાષ્ટ્રજોગ ટૂંકા સંદેશામાં જણાવ્યું હતું કે, અમને અમારા જવાનો પર ગર્વ છે, તેમની શહાદત એળે નહીં જાય.