કોરોનાએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવેલા છે. દુનિયાના રિસર્ચર કોરોનાની દવા બનાવવા અને તેને કમજોર કરવા તેનો જીનોમ સિક્વન્સ અને વેક્સિન શોધવામાં લાગી છે. તેવામાં ગુજરાતના વૈજ્ઞાનિકોને એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાથ લાગી છે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ કોરોનાનું આખે-આખું બાયોડેટા નિકાળી લીધો છે. જેથી હવે તેને કેવી રીતે કમજોર બનાવવો તે અંગેની રસી બનાવવા તરફ ગુજરાત અગ્રેસર થશે.
CM ઓફિસના ઓફિશિયલ ટ્વીટર પેજ CMO ગુજરાત તરફથી સત્તાવાર રીતે આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)નાં વૈજ્ઞાનિકો પર ગુજરાતને ગર્વ છે, દેશની એકમાત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી નિવડશે.