કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવેલું છે. તેના કારણે રાજ્ય સહિત દેશની તમામ શાળા કોલેજો બંધ છે. શાળાઓમાં 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓને બાદ કરતાં બધા ધોરણોમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે. પરંતુ કોલેજના વિદ્યાર્થીઓને લઈને કેટલી અસમંજસ હતી ત્યારે આજે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, યુનિ.ઓ હસ્તક કોલેજના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા યોજાશે. આ અંગેની આગળની કાર્યવાહી ટૂંક સમયમાં કરાશે તેમજ વિદ્યાર્થીઓને પણ જાણ કરવામાં આવશે. પરીક્ષા ક્યારે યોજાશે અને કેવી રીતે લેવાશે તે અંગે નિર્ણય લેવા ટાસ્કફોર્સ કમિટીનું ગઠન કરાયું છે. ટાસ્કફોર્સ કમિટીની ભલામણો મુજબ માર્ગદર્શિકા જાહેર કરાશે.