Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન એ ફરી એકવાર ભારતની સાથે યુદ્ધની શક્યતા વ્યક્ત કરી છે. તેઓએ કાશ્મીર મુદ્દા (Kashmir Issue)ને લઈને પરમાણુ યુદ્ધ થવાનો અણસાર પણ વ્યક્ત કર્યો છે.

અલ જજીરાને આપેલા ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને સાંકેતિક રીતે સ્વીકાર્યુ છે કે પાકિસ્તાન ભારત (India)ની સાથે એક પારંપરિક યુદ્ધ માં હારી શકે છે અને આ મુદ્દે પરિણામ ભયાનક હોઈ શકે છે.

કાશ્મીર પર ભારતને પરમાણુ હુમલા)ની ધમકી આપવા વિશેના એક સવાલ પર ઈમરાને ચેનલને કહ્યું કે, કોઈ ભ્રમ નથી. હું જે કહ્યું છું તે એ છે કે પાકિસ્તાન ક્યારેય પરમાણુ યુદ્ધ શરૂ નહીં કરે. હું શાંતિવાદી છું. હું યુદ્ધ વિરોધી છું. મારું માનવું છે કે યુદ્ધથી સમસ્યાઓનું સમાધાન નથી થતું. યુદ્ધના અનપેક્ષિત પરિણામ હોય છે.

ઈમરાને કહ્યું કે, આ જ કારણ છે કે અમે સંયુક્ત રાષ્ટ્રથી સંપર્ક કર્યો છે અને દરેક આંતરરાષ્ટ્રીય મંચ સાથે સંપર્ક કરી રહ્યા છીએ કે તેમણે તેની પર પગલાં લેવા જોઈએ. કારણે કે, કાશ્મીર એક સંભવિત ડિઝાસ્ટર છે જે ભારતીય ઉપમહાદ્વિપથી આગળ જશે.

કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવા પર ઈમરાન ખાને કહ્યું કે, ભારતે કાશ્મીર પર ગેરકાયદેસર રીતે કબજો કરી લીધો છે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યુ છે.

ઈમરાને એમ પણ કહ્યું કે, જો કાશ્મીર મુદ્દાનું સમાધાન આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા નહીં કરવામાં આવે થો તે વૈશ્વિક વેપારને પ્રભાવિત કરી શકે છે. ઈમરાને ધ ન્યૂયોર્ક ટાઇમ્સ માં પોતાના એક લેખમાં અને તે પહેલા પણ કાશ્મીર મુદ્દાને લઈ ભારતની સાથે પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ