Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરમાં રવિવારે પણ ભારે હિમવર્ષા દિલ્હી-એનસીઆર તથા આસપાસનાં રાજ્યોમાં હળવા વરસાદને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને જમ્મુ-કાશ્મીર ગાત્રો થિજાવતી ઠંડીમાં ધ્રૂજી ગયાં હતાં. કાતિલ ઠંડીને કારણે સમગ્ર ઉત્તર ભારતમાં જનજીવન પર ગંભીર અસર પડી હતી. સમગ્ર દેશમાં ગાઢ ધુમ્મસ અને ઝીરો વિઝિબિલિટીને કારણે ટ્રેનવ્યવહાર અને ફ્લાઇટ ઓપરેશનોને મોટો ફટકો પડયો હતો. ૨૦૧૯ના પહેલા રવિવારે ૩૨૦ ટ્રેનો રદ કરાઈ હતી અને ૧૨૯ ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ હતી. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઘણાં સ્થળોએ હિમવર્ષા થઈ હતી. રવિવારે સવારે જમ્મુ-કાશ્મીરમાં લઘુતમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો નહોતો પરંતુ હિમવર્ષાને કારણે માર્ગો લપસણા થતાં જનતાએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. શ્રીનગરમાં માઇનસ ૧.૨, પહેલગામમાં માઇનસ ૭.૯, ગુલમર્ગમાં માઇનસ ૯ તાપમાન નોંધાયું હતું. લદ્દાખના લેહમાં માઇનસ ૧૦.૩ અને કારગિલમાં માઇનસ ૧૮.૬ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ભારે હિમવર્ષાને કારણે માતા વૈષ્ણોદેવી મંદિર માટેની હેલિકોપ્ટર અને કેબલ કારસેવા બંધ કરી દેવાઈ હતી. બાંદોપારામાં પોતાનાં ઘર પરનો બરફ હટાવતી વખતે પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું,
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ