અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં ગરમીનો પારો ઉત્તરોતર વધી રહ્યો છે. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ૪૩.૩ ડિગ્રી રહ્યું હતું. ગરમીના કારણે ચાલુ માસમાં ૧૧ તારીખ સુધીમાં રાજ્યમાં ૭,૭૧૯ લોકો હિટવેવની ઝપટે ચઢ્યા હતા. જેમાં અમદાવાદમાં જ ૧,૭૮૯ લોકોને ૧૦૮ની મદદથી સારવાર આપાવની ફરજ પડી હતી.