વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે પશ્ચિમ બંગાળના શાંતિનિકેતન સ્થિત વિશ્વ ભારતી યુનિવર્સિટીના શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યું. આ કાર્યક્રમમાં પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ પણ ઉપસ્થિત હતા.
આ પ્રસંગે પોતાના સંબોધનમાં વડપ્રધાને કહ્યું કે, વિશ્વ ભારતીની 100 વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. વિશ્વ ભારતી, મા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે. ભારત માટે ગુરુદેવે જે સ્વપ્ન જોયું હતું, તે સ્વપ્નને મૂર્તિ રૂપ આપવા માટે દેશને નિરંતર ઉર્જા આપનારું આ એક રીતે આરાધ્ય સ્થળ છે.