કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે ડેઇલી બ્રિફિંગમાં જણાવ્યું હતું કે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે ૪૩નાં મોત નોંધાયાં હતાં અને ૯૯૧ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. અત્યાર સુધીમાં દેશભરમાં ૧,૯૯૨ દર્દીઓનો સફળ ઇલાજ કરવામાં આવ્યો છે. કોરોનામાં સફળ સારવારની ટકાવારી ૧૩.૮૫ ટકા પર પહોંચી છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના કારણે ૪૮૦નાં મોત થયાં છે અને કુલ પોઝિટિવ કેસનો આંકડો ૧૪,૩૭૮ પર પહોંચ્યો છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે જણાવ્યું હતું કે, છેલ્લા ૧૪ દિવસમાં ૨૩ રાજ્યોના ૪૭ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી.