કોરોના સામે લડવા ૩૦ જૂન પછી અનલોક ૨.૦ની રણનીતિ ઘડવા પીએમ મોદીએ મંગળવારે ૨૧ રાજ્યોમાં મુખ્યપ્રધાનો તેમજ લેફ્ટનન્ટ ગવર્નર સાથે વીડિયો કોન્ફરન્સિંગ પર વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સામેની લડાઈ વચ્ચે દેશની ઈકોનોમી પાટા પર દોડતી થઈ છે. તેમણે તમામ રાજ્યોને કોરોના સામે લડવા પંજાબ મોડલ અપનાવવા તાકીદ કરી હતી. મોદીએ કહ્યું કે કોરોના સામેની લડાઈ હજી ખતમ થઈ નથી, એ લાંબી ચાલશે, આપણે સૌએ તેને હરાવવા વધુ જાગૃત થઈને લડવાનું છે. મોદીએ કહ્યું કે, કોરોનાથી એક વ્યક્તિનું થતું મોત પણ દુઃખદાયક છે. કોરોના સામે સંગઠિત થઈને લડી આપણે સૌએ કો ઓપરેટિવ ફેડરલિઝમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. કોરોના સામેનાં યુદ્ધને જ્યારે જ્યારે યાદ કરાશે ત્યારે ભારતની રણનીતિ અને તેણે મેળવેલી સફળતાને યાદ કરાશે.