કોરોના વાઇરસના સંક્રમણની તપાસ માટે ચીનથી આયાત કરાયેલી રેપિટ ટેસ્ટિંગ કિટના પરિણામો ખામીયુક્ત આવતાં તેના ઉપયોગ પર કેન્દ્ર સરકાર દ્વારા અનિશ્ચિત મુદતની રોક લગાવી દેવાઈ છે. મંત્રીઓની સમિતિની બેઠકમાં સહમતી સધાઈ હતી કે, દેશમાં કોવિડ-૧૯ મહામારીની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને સરકારે લીધેલાં પગલાંના હકારાત્મક પરિણામ મળી રહ્યાં છે તેથી હાલ પૂરતો રેપિડ ટેસ્ટિંગ કિટનો ઉપયોગ મોકૂફ રાખવામાં આવ્યો છે. ભારત પાસે હવે ૧૫ લાખથી વધુ ટેસ્ટ કરવાની ક્ષમતા છે.