લદ્દાખનાં ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે હિંસક ઝડપ પર મોદી સરકાર એક્શનમાં આવી ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂનનાં રોજ સાંજે 5 વાગ્યે સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં અલગ-અલગ પાર્ટીઓનાં અધ્યક્ષ શામેલ થશે. આ બેઠકમાં ભારત-ચીનની વચ્ચે સીમા વિવાદ પર ચર્ચા કરવામાં આવશે.
વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી બુધવારનાં રોજ ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, “ભારત-ચીન સીમા ક્ષેત્રોમાં સ્થિતિ પર ચર્ચા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 19 જૂનનાં રોજ સાંજનાં સર્વદળીય બેઠક બોલાવી છે. વિભિન્ન રાજનૈતિક દળોનાં અધ્યક્ષ આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે.”
ઉલ્લેખનીય છે કે, ચીન સીમા વિવાદમાં ગઇ કાલનાં મંગળવારનાં 16 જૂનનાં રોજ 20 ભારતીય જવાનો શહીદ થઇ ગયાં. જેથી પૂરા દેશમાં લોકોમાં એક પ્રકારનો આક્રોશ છે તેમજ હાલમાં સમગ્ર દેશમાં ચીનની વસ્તુઓનો બહિષ્કાર કરી ચીનની વસ્તુઓ અને શી જિનપિંગનાં પુતળા સળગાવીને લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એવામાં વર્તમાન પરિસ્થિતિ વચ્ચે વિપક્ષ દ્વારા પણ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર થઇ રહ્યાં છે.