લદાખમાં ભારત અને ચીનની સેનાઓ સામસામે ગોઠવાઈ ગઈ છે. ચીનની ઘૂસણખોરીને રોકવા ભારતે સામે મોરચો માંડયો છે ત્યારે કેન્દ્રના સંરક્ષણપ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેનાં રાષ્ટ્રીય સન્માન અને ગૌરવ સાથે ક્યારેય સમાધાન કરશે નહીં. ભારત હવે નબળો દેશ રહ્યો નથી. તેણે દેશની સુરક્ષા માટેની ક્ષમતા વધારી છે. ભારતની શસ્ત્ર સજ્જતા કોઈ દેશને ડરાવવા માટે નહીં પણ તેની સુરક્ષા માટે છે. જમ્મુ કાશ્મીર માટેની વર્ચ્યુઅલ રેલીને સંબોધતા રાજનાથસિંહે ખાતરી આપી હતી કે ચીન સાથે કે અન્ય દેશ સાથેના સરહદી વિવાદ મામલે સરકાર વિપક્ષો કે સંસદને કોઈ મામલે અંધારામાં રાખશે નહીં.