ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધવિરામ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલય મહત્ત્વની પોષ્ટ કરી છે. મંત્રાલયે કહ્યું છે કે, ભારત-પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહી (યુદ્ધવિરામ) રોકવાનો નિર્ણય બંને દેશોએ વાતચીત બાદ લીધો છે. આ નિર્ણયમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની મધ્યતાથી યુદ્ધવિરામ થઈ હોવાનો દાવો કર્યો હતો, જોકે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી અને આઈબી મંત્રાલયે તેમાં ત્રીજા દેશની કોઈ ભૂમિકા ન હોવાની માહિતી શેર કરી છે.