ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે (10 મે, 2025)ની સાંજે 5 વાગ્યાથી સીઝફાયર લાગુ થઈ ગયું હતું, પરંતુ પાકિસ્તાને પોતાની ઓકાત બતાવી દીધી છે. પાડોશી દેશે ત્રણ કલાકમાં જ સીઝફાયરનું જ ઉલ્લંઘન કરી દીધું હતું. જમ્મુ કાશ્મીર, પંજાબ અને ગુજરાત સહિતના રાજ્યોમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા. જો કે, ભારતીય સેનાએ તમામ ડ્રોન તોડી પાડ્યા હતા. પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવતા ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી રહી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું કે, 'પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું છે. સેના આ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. સેનાને કોઈપણ સ્થિતિ સામે લડવા અને આકરા પગલા ભરવાના આદેશ આપી દેવાયા છે.'