Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પૂર્વ લદ્દાખમાં એલએસી પર છેલ્લા પાંચ મહિનાથી ચીની સેના સાથે સંઘર્ષ કરેલી ભારતીય સેનાની આર્મ્ડ ડિવિઝનો સમુદ્રની સપાટીથી ૧૪,૫૦૦ ફૂટની ઊંચાઇએ આવેલી વિશ્વની સૌથી ઊંચી યુદ્ધભૂમિમાં ટેન્કો અને ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ સાથે ચીની સેનાનો મુકાબલો કરવા સંપૂર્ણ સજ્જ છે. એલએસી પર ચીની સેના સાથેનો તણાવ લાંબો સમય ચાલશે તેવી સંભાવનાને જોતાં ભારતીય સેનાએ લદ્દાખના કાતિલ શિયાળાનો સામનો કરવા માટે પણ યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દીધી છે. ભારતીય સેનાના સૈનિકો માટે નવા શેલ્ટર અને પ્રિફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર ઊભા કરવાની તડામાર કામગીરી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રવિવારે ભારતીય સેનાની યુદ્ધની તૈયારીઓ અંગેનો વીડિયો જારી કર્યો હતો જેમાં ભારતીય સેનાની ટી-૯૦ અને ટી-૭૨ ટેન્કો તથા બીએમપી ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હિકલ્સ જોઇ શકાય છે. લદ્દાખમાં એલએસી પર માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ આ ટેન્કો અને ઇન્ફન્ટ્રી વ્હિકલ્સ કામગીરી કરી શકે છે. આ ટેન્કો પૂર્વ લદ્દાખના ચુમાર અને દેમચોક વિસ્તારોમાં તહેનાત કરાઇ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ